કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા, સુશાસન અંતર્ગત કાર્યક્રમમાં આપશે હાજરી મોરબી: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ આગામી તા.૧૦/૦૬/૨૦૨૨ ને શુક્રવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રીના કાર્યક્રમ અનુસાર તારીખ ૧૦/૦૬/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ, મોરબી ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બ્રિજેશભાઈ મેરજા અને દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, લલીતભાઈ કગથરા, મહંમદજાવીદ પીરઝાદા, પ્રવીણભાઈ મુસડીયા અને મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર પણ ઉપસ્થિત રહેશે.