મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા આવતીકાલે મોરબી જિલ્લાનો પ્રવાસ ખેડી વિવિધકામોનું ખાતમુહૂર્ત અને કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના આવતીકાલના કાર્યક્રમ અનુસાર સવારે ૯:૩૦ કલાકે ૫૧ માં રાષ્ટ્રીય સલામતી દિવસ/સપ્તાહ નિમિત્તે ગુજરાત રાજયના પ્રથમ સેવિયર સુરક્ષા રથ પ્રસ્થાન, સીરામીક એસોસીએશન હોલ, લાલપર, ૧૦:૧૫ કલાકે મોરબી ખાતે વિકાસ કામોનું ખાતમૂહુર્ત અવની ચોકડી, કેનાલ રોડ, ૧૧:૦૦ કલાકે મોરબી ખાતે વિકાસ કામોનું ખાતમૂહુર્ત લાતી પ્લોટ ૨ અને ૩ વચ્ચે, મનોજ ગાંઠીયાવાળી શેરી, ૧૧:૩૦ કલાકે શ્રી ખારીવાડી પ્રાથમિક શાળા વાર્ષિક ઉત્સવ સન્માન સમારોહ, ૧૨:૦૦ કલાકે ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલ કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક સર્કીટ હાઉસ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સાંજે ૫:૦૦ કલાકે મહારાણા રાજસાહેબ કેશરીસિંહજીની રાજતિલકવિધિ નિમિતે સત્કાર સમારંભ, શિતળા માતાજીના મેળાનું મેદાન, વાંકાનેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અનુકૂળતા અનુસાર ગાંધીનગર જવા રવાના થશે.