મોરબી : મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગે સોખડા અને માળિયામાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા ચાર ડમ્પર પકડી પાડી તેને પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેર દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક રોડ ચેકીંગ કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા સોખડા પાસે રેડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ ડમ્પર અનુક્રમે (1) GJ-36-V-4704 માલિક સુરેશભાઈ નાંગળા રે- લાલપર તા- મોરબી (2) GJ-36-X-2643 માલિક કડીવાર હિતેષભાઈ નરભેરામભાઈ, રે-નસિતપર તા- ટંકારા અને (3) GJ-10-TY-2006 માલિક જયનમભાઈ ચંદુભાઈ રાઠોડ રે- નાગડાવાસ તા- મોરબી ને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સ્થળેથી વાહનો પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મુકવામાં આવેલ છે.આ ઉપરાંત માળિયા મિયાણા ખાતે રેડ કરીથી (1) ન્યૂ ડમ્પર (રજીસ્ટ્રેશન થયેલ નથી) માલિક જીતુભા રે- ખીલોસ તા,જી- જામનગરને ખનીજ સાદી રેતીના ગેરકાયદેસર વહન બદલ સ્થળે વાહન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન માળિયા(મી) ખાતે મુકવા માં આવેલ છે. આમ કુલ ૪ વાહનોને ગેરકાયદેસર રીતે વહન કરતા અંદાજીત ૧.૫૦ કરોડનો મુદામાલ જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.