એક્સકેવેટર મશીન સિઝ કરી તાલુકા પોલીસને સોંપી દેવાયુંમોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદના સાપકડા ગામે દરોડો પાડી મોરમનું ગેરકાયદેસર ખોદકામ થતું હોવાથી એક્સકેવેટર મશીન સિઝ કરી તાલુકા પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી છે.મોરબી ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક તપાસ કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદના સાપકડા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં એક સેની કંપનીના એક્સકેવેટર મશીન મોડેલ SY210c9 નંબર 21SE21A0113011(કસુરદાર યુવરાજ રણજીતભાઈ ખેર રહે. મેરૂપર, તા.હળવદ, જી.મોરબી)ને હાર્ડ મોરમ ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન- હળવદ ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરાઈ છે.