થોડા સમય પૂર્વે કરોડોની ખનીજ ચોરીમાં ઉપ સરપંચ વિરુદ્ધ ફરિયાદ થયેલ તેમ છતાં અવિરતપણે ખનીજચોરી ચાલું રહેતા ખાણ ખનીજ વિભાગના દરોડા મોરબી : મોરબીના પાનેલી ગામે આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી ખનીજ ચોરો પર તવાઈ ઉતારી છે. અને કરોડોના મુદ્દામાલ ઝપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના પાનેલી ગામે તળાવમાં ખનીજ ખાતા દ્વારા ગેરકાયદેસર ચાલતી મોરમ ચોરીમાં એક હિટાચી મશીન અને આઠ થી દસ મોટા ડમ્પરો ઝડપી પાડેલ છે અને કેટલા રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવી છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ હાથ ધરેલ છે અને આ ગેરકાયદેસર ખનીજચોરીમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ ચાલુ છે. એકી સાથે આટલા મોટા પ્રમાણમાં વાહનો ઝડપાઇ જતાં મોરબી જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.