મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ: વિવિધ સ્ટોલ અને લાઈવ ફૂડ આઈટમ્સ આકર્ષણનું કેન્દ્ર બનશેમોરબી : આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત કાર્યરત 'મિલેટ ડેવલોપમેન્ટ યોજના' અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે 'મિલેટ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના સુચારૂ આયોજન માટે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મિલેટ મહોત્સવના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મિલેટ બેઇઝ રેડી ટુ ઇટ વાનગીઓ, લાઇવ ફૂડ આઈટમ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ ઉભા કરવા માટે જે-તે સમિતિના સભ્યોને જરૂરી કામગીરી સોંપવામાં આવી છે.વર્તમાન સમયમાં લોકો પોષણક્ષમ આહાર લે તે ખૂબ જ જરૂરી છે, ત્યારે મોરબીમાં યોજાનાર આ મિલેટ મહોત્સવમાં શહેર અને જિલ્લાના વધુને વધુ લોકો સહભાગી થાય તેવો અનુરોધ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા કરવામાં આવ્યો છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિવેક ભટ્ટ, નાયબ મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડિયા અને સીડીએચઓ પવનકુમાર શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MilletFestival #MorbiNagarpalika #Health #Millets #LECollege #MorbiUpdate #GujaratNews #HealthyLifestyle #OrganicFood