મોરબી : વનારીયામાં લીમડાના થડમાંથી દૂધ જેવું પાણી નીકળતા લોકોમાં કૌતુક સર્જાયું હતું. ગોર ખીજડીયાના વનારીયા પાસે લીમડાના થડમાંથી સફેદ દૂધ જેવું પાણી સતત વહ્યા કરે છે. આ પ્રકારનું પાણી વૃક્ષમાંથી આશરે 6-7 દિવસથી નીકળી રહ્યું છે. જેને જોવા માટે ગામલોકો ઉમટી પડ્યા હતા. અને રહસ્યમય લાગતી આ ઘટના માટે લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.