અગાઉના વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી: વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશો પરેશાનમોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી મિલી પાર્ક સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગોઠણસમાણા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પહેલાં 8 દિવસ અગાઉ પડેલા વરસાદ વખતે પણ આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. હાલ સોસાયટીના રસ્તાઓ પર ગોઠણસમાણા પાણી ભરાઈ જવાથી લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. શૌચાલયોમાં પાણી ભરાઈ જવાના કારણે રહીશોને મુશ્કેલી પડી રહી છે.સોસાયટીના રહીશો દ્વારા પાલિકા તંત્ર, અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.#MorbiUpdate #MorbiNews #Mahendranagar #MiliPark #Waterlogging #MorbiMonsoon #MorbiRain #CivicIssues #Morbi