મોરબી : માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા અનસૂયાબેન લાભુભાઈ સનુરા ગત તા.10ના રોજ પોતાની વાડીએ જતા હતા ત્યારે આરોપી બળદેવ શંકરભાઇ સનુરા રસ્તામાં લાકડાનો ધોકો લઈ ઉભો હોય અનસૂયાબેને સાઈડમાં ખસી જવા કહેતા ઉશ્કેરાઈ ગયેલા બળદેવે અનસૂયાબેનને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા આરોપીએ લાકડાના ધોકા વડે બેફામ માર મારી કમરના ભાગે ફ્રેક્ચર કરી શરીરે ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.