મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર રિજન્ટા હોટલ સામે ગત તા.20ના રોજ અજાણ્યા ડમ્પર ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા મહેશભાઈ દેશુરભાઈ બરબચીયા નામના ટ્રક ચાલક આધેડને હડફેટે લઈ પેટના ભાગે ડમ્પરનું ટાયર ફેરવી દેતા ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ અકસ્માતમાં મહેશભાઈને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભત્રીજા બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચિયા રહે.નાના ગરેડિયા ગામ, તા.ધ્રોલ વાળાની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.