પુત્રને પણ માર મારતા ઇજાગ્રસ્ત : પ્રેમ સબંધનો ખાર રાખી 10થી વધુ લોકોએ હુમલો કર્યાનો પરિવારનો આક્ષેપહળવદ : હળવદના સુરવદર ગામે આજે વહેલી સવારે આધેડની માર મારીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સુરવદર ગામે આજે વહેલી સવારના ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા ઉ.વ.55ની હત્યા થઈ છે. આ સાથે તેમના પુત્ર જયેશભાઈને પણ માર મારવામાં આવ્યો હોય તેઓ ઇજાગ્રસ્ત થતા મોરબી ખસેડવામાં આવ્યા છે. આ મામલે મૃતક આધેડના પરિવારજનોએ જણાવ્યું કે રાયધ્રા ગામના 10થી 15 જેટલા લોકોએ આવીને પ્રેમ સબંધનો ખાર રાખી હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બનાવને લઈને પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.