મોરબી : સોરીયા વિરજીભાઈ પોપટભાઈ (ઉ.વ.55) ગુમ થયેલ છે. વિરજીભાઈ તેમની દીકરી વૈશાલીબેન અને જમાઈ રંગપરિયા ચેતનકુમાર રમેશભાઈ સાથે તેમના ઘરે બ્લોક નં. 101, કેશવ વ્યુ એપાર્ટમેન્ટ, રવાપર રોડ, રાજા પાણી વાળી શેરીમાં મોરબી ખાતેથી તા. 11-4-2025ને શુક્રવારના રોજ બપોરના 4 કલાકે કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે. આ દરમ્યાન સ્નેહીજનો, મિત્ર વર્તુળના ઘરે તપાસ કરવા છતાં આજ દિન સુધી કોઈ ભાળ મરેલ નથી. તેથી આ અંગે મોરબી એ ડિવિઝનને જાણ કરી આધેડને શોધી કાઢવા મદદ માંગવામાં આવી છે. તેમજ જે કોઈને તેમના અંગે જાણ થાય તેઓએ ચેતનભાઈ મો. નં. 9586955455 પર જાણ કરવા યાદીમાં જણાવ્યું છે.