મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં અકસ્માતે પડી ગયેલા શ્રીકાંતભાઈ સવજીભાઈ ઉ.50 નામના આધેડને ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.