મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા કમલેશભાઈ ટપુભાઈ મેરજા ઉ.50 ગાડીમાં બેસીને જતા હતા ત્યારે માણેકવાડા ગામ નજીક અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.