મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક હોનેસ્ટ હોટલ સામે સર્વિસ રોડ પર નેશનલ હાઈવેની પાણી ભરેલી ગટરમા કોઈ કારણોસર પડી જતાં ભરતભાઇ બચુભાઇ વાસદડીયા ઉ.51 રહે.કૈલાસ સોસાયટી, શનાળા, મૂળ રહે.લાલપર વાળાઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.