મોરબીના જેતપર ગામે શીતળા માતાજીના મંદિર પાસે ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધોમોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને પૂજન સામગ્રી વેચવાની ફેરી કરી રોજી રોટી કમાતા આધેડનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી થોડા દિવસોથી ગુમસુમ રહેતા હોય ગઈકાલે અહીં આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રવજીભાઈ ઉર્ફ રવિભાઈ કેશવજીભાઈ ધમણ ઉ.52 નામના આધેડ પૂજા પાઠની સામગ્રીની ફેરી કરી રોજી રોટી કમાતા હોય પરંતુ છેલ્લા થોડા સમયથી ધંધો ચાલતો ન હોવાથી ગુમસુમ રહેતા હતા જેમાં ગત તા.30ના રોજ રવજીભાઈએ ધંધાની ચિંતામાં જેતપર ગામે આવેલ શીતળા માતાજીના મંદિર પાસે ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.