આર્યગ્રામ સોસાયટી અને સનાતન સોસાયટીના રસ્તાનો પ્રશ્ન ગરમાયોમોરબી : મોરબી શહેરના ઘુનડા રોડ પર આવેલ આર્યગ્રામ સોસાયટી અને સનાતન સોસાયટીના રસ્તા મુદ્દે પંચાસર રોડ પર રાજનગરમાં રહેતા આધેડને ડોકટર સહિતના પાંચ ઈસમોએ પથ્થરના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ રાજનગરમાં રહેતા ફરિયાદી મુકેશભાઈ ગોવિંદભાઇ પારેજીયાએ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી ચિરાગ ધરમશીભાઈ વડસોલા, ડો.જયસુખ કાનજીભાઈ પનારા, કોમલબેન જયસુખભાઈ પનારા, અલ્પાબેન ચિરાગભાઈ વડસોલા અને આરોપી રાકેશ કાંતિલાલ મેરજા રહે.તમામ આર્યગ્રામ સોસાયટી, આર્યગ્રામ સોસાયટીના ગેટ બહારથી સનાતન ગ્રામ સોસાયટીનો રસ્તો આવેલ હોય જે રસ્તા પર ચાલવા બાબતે ઝઘડો કરી પથ્થરના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.