ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં મુન્નાભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની લક્ષ્મણભાઇ વેલજીભાઈ માવી ઉ.50 નામના આધેડે ગત તા.15ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તા.16ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.