મોરબી જીલ્લામાં મધ્યાહન ભોજન કર્મચારીઓ ૧૨થી ૧૯ સપ્ટેમ્બર સુધી લડત ચલાવશે મોટી સંખ્યામાં કર્મચારીઓ પડતર પ્રશ્ને જિલ્લા કલેકટરથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે મોરબી : મોરબી જીલ્લામાં મધ્યાહન ભોજન કર્મચારીઓ હવે પડતર પ્રશ્ને સરકાર સામે બાયો ચડાવી છે. જેમક મોરબી જીલ્લામાં મધ્યાહન ભોજન કર્મચારીઓ ૧૨થી ૧૯ સપ્ટેમ્બર સુધી લડત ચલાવવાની સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી પણ આપી છે. મધ્યાહન ભોજન કર્મચારીઓ મોટી સંખ્યામાં પડતર પ્રશ્ને જિલ્લા કલેકટરથી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે. ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલ મોરબી જીલ્લા મઘ્યાહન ભોજન કર્મચારી સંધ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજુઆત કરવામાં આવેલ હતી અને તેમના દ્વારા ગુજરાત સરકારને પ્રશ્નોના નિરાકરણ માટે અવાર નવાર રૂબરૂ મળીને મંત્રીને રજુઆત કરવામાં આવેલ હતી. તેમ છતાં આજ દિન સુધી મધ્યાહન ભોજન સંચાલક,રસોયા અને મદદનીશ બહેનોના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ લાવવામાં વતમાન ભારતી જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ રહી છે. આથી પડતર પ્રશ્ને ભારતીય મજદુર સંધ ગુજરાત પ્રદેશની તા.૨ના રોજ પદાધિકારીની બેઠકમાં નિર્ણય થયા મુજબ મોરબી જીલ્લાના મધ્યાહન ભોજન સંધના દરેક કર્મચારીઓ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરૂધ્ધમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે અને કાર્યકરો પોતાના પરીવારજનો ભારતીય જનતા પાર્ટી વિરૂધ્ધ સમજાવી પ્રચાર કરવામાં આવશે મોરબી જીલ્લામાં મધ્યાહન ભોજન કર્મચારી સંધ સાથે જોડાયેલ કાર્યકરોની સંખ્યા ૬ થી ૭ હજાર કરતા વધારે છે. ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તા.૨ની બેઠકમાં નકકી થયા મુજબ તા.૧૨થી ૧૯ સપ્ટેમ્બર સંધીમાં મધ્યાહન ભોજન કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે મોરબી જીલ્લા કલેકટર મારફત ગુજરાતના મુખ્યમંત્રીને વિશાળ કર્મચારીઓની હાજરીમાં આવેદન પત્ર આપવામાં આવશે. જેમાં મોરબી જીલ્લાના તમામ સંચાલક રસોયા મદદનીશ વગેરેની હાજરીમાં આવેદન પત્ર આપવામાં આવશે.