ટંકારા : જયારથી કોરોના વાયરસના કારણે સ્કુલોમાં રજા જાહેર થઈ છે ત્યારથી આજ સુધીનો મધ્યાહન ભોજનનો સ્કુલમાં પેંન્ડિગ રહેલા જથ્થાનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમા ૧ થી ૫ ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને બાળકદીઠ 550 ગ્રામ ઘઉં તેમજ ચોખા અને ૬ થી ૮ મા ધોરણમા અભ્યાસ કરતા બાળકોને બાળકદિઠ 825 ગ્રામ ઘઉં તેમજ ચોખા આપવામા આવ્યા હતા. આમ સરકારી કન્યા-કુમાર પ્રાથમિક શાળામાં આશરે ૩૦૦ વિધાર્થીઓને ટંકારા મધ્યાહન ભોજન પુરવઠા મામલતદારની સુચનાથી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા વિતરણ કરવામા આવ્યુ હતું. આ ઉપરાંત, શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અનાજ વિતરણની કુપનની વહેંચણીનુ કામ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બાળકોના ઘરે જઈ કુપનનું વિતરણ કરાઈ રહ્યું છે. પ્રાથમિક શાળાના શિક્ષકો પુરી સંખ્યામાં શાળા કક્ષાએથી ઉપસ્થિત રહી માનવતાના કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ પ્રસંગે કુમારશાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા તેમજ કન્યાશાળાના આચાર્ય મનહરભાઈ ફુલતરીયા હાજર રહ્યા હતા.