ગાંધીનગરથી આવેલા મહિલા અધિકારીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે પ્રાથમિક શાળા તથા નવા સજનપર પ્રાથમિક શાળા તેમજ અંગાડવાડીના બાળકો ઢોલ,નગારાના તાલે મીકીમાઉસ કાર્ટૂન કેરેક્ટર દ્બારા આવકાર આપી ગાંધીનગરથી આવેલા મહિલા અધિકારીની પ્રેરક હાજરીમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ટંકારા તાલુકાના સજનપર ગામે પ્રાથમિક શાળા તથા નવા સજનપર પ્રાથમિક શાળા ખાતે ગાંધીનગર સચિવાલય વર્ગ-1ના અધિકારી કુ. એન.જે. ચિતાલિયા, ટંકારા તાલુકાના મામલતદાર કેતનભાઈ સખીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, લજાઈ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ નથુભાઈ કડીવાર, સી.આર. સી. કો. શૈલેષભાઇ સાણજા તેમજ ટંકારા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણાની હાજરીમાં બાળકોના પ્રિય કાર્ટૂન કેરેક્ટર મિકી માઉસે ઢોલ નગારા અને ફની મિકી માઉસ સાથે કંકુ ચોખાના તિલક કરી વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય નથુભાઈ કડીવાર તરફથી ટંકારા તાલુકામાં પ્રવેશપાત્ર ધોરણ ૧ ના તમામ બાળકોને પાણીની બોટલ આપવામાં આવી હતી, આ તકે શાળાના શિક્ષિકા બહેન વિરામગામાં મીનાબેન તરફથી ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ 100% હાજરી આપેલ બાળકોને શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન દેત્રોજા દ્વારા ગિફ્ટ આપવામાં આવી તેમજ ગામના આગેવાન યુવાનો મારવાણિયા કૌશિકભાઈ અને સાગરભાઈ કોરડીયા એ શાળાના તમામ બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું. આ તકે સચિવાલયમાંથી વર્ગ-1ના અધિકારી કુમારી એન. જે. ચિતલિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એસ.એમ.સી. સાથે મિટિંગ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત થયેલ તમામ અધિકારી, પદાધિકારી, એસ.એમ.સી.ના અધ્યક્ષ તથા સદસ્યો, દાતાઓ, તેમજ ગ્રામજનોનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.