રાતોરાત રોડનું સમારકામ હાથ ધરાતા વાહનચાલકોને મોટી રાહતમોરબી અપડેટ : મોરબીમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા ધોવાઈ ગયા છે અને ખાડારાજ સર્જાયું છે. ખાસ કરીને શહેરના વ્યસ્ત એવા મહારાણા પ્રતાપ સર્કલ પાસેનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. રોડ પર મસમોટા ખાડા અને તેમાં વરસાદી પાણી તથા કાદવ-કીચડ જમા થવાથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.લોકોની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને 'મોરબી અપડેટ' દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પરથી સચોટ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને લોકોની વેદનાને વાચા આપી સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના આ અહેવાલની વહીવટી તંત્ર પર ધારદાર અસર જોવા મળી છે. અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું.પાલિકા તંત્ર દ્વારા રાતોરાત કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે મહારાણા પ્રતાપ સર્કલ પાસેના અસરગ્રસ્ત માર્ગ પર જેસીબી અને ડમ્પર મારફતે મેટલ પાથરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. હાલમાં આ મેટલ પાથરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. રોડ પર મેટલ નંખાઈ જતાં કાદવ-કીચડ અને ભયજનક ખાડાઓની સમસ્યા હલ થઈ છે, જેનાથી વાહનવ્યવહાર ફરીથી સરળ બન્યો છે અને સ્થાનિકો તથા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. તંત્રની આ ત્વરિત કામગીરી બદલ લોકોએ મોરબી અપડેટનો આભાર વ્યક્ત કર્યો છે.#Morbi #MorbiUpdate #Impact #PublicIssueResolved #MorbiMunicipalCorporation #RoadRepair #MaharanaPratapCircle #LocalNews #GujaratNews #ActionTaken