મોરબી : મોરબી અને માળીયા વિસ્તારના રામનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા આગામી તા. ૧/૧૦/૨૦૨૩ રવિવાર ના રોજ સવારના ૧૦/૩૦ કલાકે રામાનંદ ભવન રામઘાટ મોરબી ખાતે રાખવામા આવેલ છે. તો તમામ રામાનંદી સાધુ સમાજના સભાસદો એ હાજર રહેવા વિનંતી કરવામા આવે છે. એજંડા નવા ટ્રસ્ટ મંડળ ની રચના થયેલ નિયામાનુસાર સામાન્ય સભાનુ આયોજન કરવામા આવેલ છે, સમાજના વિકાસ અંગે તેમજ સામાન્ય સભાના પ્રમુખ સ્થાનેથી કે રજૂઆતની ચર્ચા વિચારણા કરાશે.