ઇનોવેશન માટે જાણીતા શિક્ષકોએ કરી અનેરી અનુકરણીય પહેલ : બાળકો માટે છત્રી બની સોશિયલ ડિસ્ટન્સ જાળવણીનું શસ્ત્ર હળવદ : કોરોના મહામારીની બીજી લહેરમાથી સમગ્ર રાજ્યને મુક્તિ મળતા ધોરણ 6થી લઈ ધોરણ-12 સુધીના વર્ગો પુનઃ ધમધમતા થયા છે પરંતુ ધોરણ-6થી 8ના ભુલકાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ હોય હળવદ તાલુકાની અવ્વલ ગણાતી મેરુપર પ્રાથમિક શાળાના ઇનોવેટિવ ટીચર્સ દ્વારા સસ્તો સરળ અને અસરકારક ઉપાય શોધી કાઢી શાળાએ આવતા તમામ બાળકો માટે છત્રી રૂપી સુરક્ષા કવચ ફરજીયાત કર્યું છે. શાળાએ આવતા બાળકોને ફરજીયાત ખુલ્લી છત્રીમાં રહેવાનું હોવાથી આપમેળે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહેવાની સાથે બાળકો તાપ અને વરસાદથી પણ બચી રહે છે. હળવદ તાલુકામાં ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી નાના એવા મેરુપર ગામની પ્રાથમિક શાળા આજકાલ ખુબ જ ચર્ચામાં છે, શ્રેષ્ઠ શિક્ષણ માટે સમગ્ર રાજ્યમાં ડંકો વગાડનાર મેરુપર શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થતા જ કુમળા બાળકોમાં સોશિયલ ડિસ્ટન્સ કેમ જળવાઈ રહે તે માટેનો ઉકેલ શોધવા પ્રયત્નશીલ હતા જેમાં ગુરુવર્ય શિક્ષકોને ધારી સફળતા મળી અને નાની એવી છત્રી કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ માટે અસરકારક હોવાનું શોધી કાઢ્યું. જેથી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રારંભ થતા સરકારી પ્રાથમિક શાળામાં એક બાળક માટે એક પાટલીની સરસ વ્યવસ્થા કરવાની સાથે પાણી પીવા સમયે, રીશેષ દરમિયાન તેમજ વોશરૂમમાં જતી વખતે ભેગા થતા બાળકોમાં સામાજિક અંતર જાળવવા ખુલ્લી છત્રીનો એક નાનકડો નવતર પ્રયોગ કરવામાં આવ્યો અને શાળાએ આવતા દરેક બાળક ખુલ્લી છત્રી સાથે શાળાએ આવે તેવો નિયમ અમલી બનાવાતા બાળકોમાં આસાનીથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહ્યું છે. શિક્ષકોના મતે જન્માષ્ટમીના તહેવાર પછી બાળકોમાં શરદી સળેખમ અને ઉધરસ વધારે જોવા મળે ત્યારે આ ખુલ્લી છત્રીના સાવ સામાન્ય લાગતા પ્રયોગથી બાળકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહેવાની સાથે તાપ, વરસાદથી પણ આસાનીથી બચી એક સુટેવ કેળવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..