મોરબીની એલ.ઇ.કોલેજમાં ગ્રાહક સુરક્ષા મંડળ આયોજિત સેમિનારમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ફૂડ સેફ્ટી અંગે વિશેષ જાગૃતતા કેળવવા પર ભાર મૂક્યો મોરબી : મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ ખાતે તાજેતરમાં રાજકોટ જિલ્લા-શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ અંગે સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કી નોટ સ્પીચ આપતા જણાવ્યું હતું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન અને કન્ઝ્યુમર એમ્પ્લોયમેન્ટએ વર્તમાન સમયની માંગ છે.ગ્રાહક અને વેપારી વચ્ચે વિશ્વાશનો સંપર્ક જળવાય, ગ્રાહકોનું હિત સચવાય અને ચીજ વસ્તુઓનું ટકાઉપણું પણ આવા સબંધને પૂર્તિપાત કરતો હોય છે. આ સેમિનારમાં એલ.ઇ. કોલેજના ઉપસ્થિત સ્ટુડન્ટસને પ્રોત્સાહન આપતા ધારાસભ્યએ વધુમાં કહ્યું હતું કે, યુવા પેઢી તંદુરસ્તી માટે વધુ જાગૃત બને. ફૂડ સેફ્ટી અંગે વિશેષ જાગૃતતા કેળવવા ઉપર પણ તેઓએ ભાર મૂક્યો હતો. યુવાનોની જંકફૂડ તરફની આંધળી દોટ ક્યારેક તંદુરસ્તી માટે જોખમકારક નિવળતી હોય છે. તે સામે લાલબતી ધરી યુવાનોને સાબદા બનવાની પ્રેરણા આપી હતી. આ સેમિનારમાં કોલેજના પ્રિન્સિપાલ દિલ્હીથી ખાસ આવેલા ડૉ. મમતા અને ડૉ. સુરેશ મિશ્રા, પૂર્વ સાંસદ રામજીભાઇ માવાણી અને સંસ્થાના પ્રમુખ રમાબેન માવાણી સહિત સ્થાનિક ગ્રાહક મંડળ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્તિથિ પ્રેરક બની હતી.અંતમાં બ્રિજેશ મેરજાએ મહાત્મા ગાંધીજીના મતે દરેક વેપારી એકમો માટે ગ્રાહક ભગવાન સ્વરૂપે હોય છે. તેમને છેતરવા એ પોતાની જાતને છેતરવા જેવુ ગણાય. તેવું જણાવીને વિદ્યાર્થીઓને રસપ્રદ શૈલીમાં જીવન શૈલી અને ખોરાક બાબતે સમજણ આપી હતી.