મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી 2025ના રોજ વિવિધ જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત કર્મચારીની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાને મળેલી અરજીઓમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમિટી દ્વારા ઉમેદવારોને રૂબરૂ બોલાવીને માન્ય અને અમાન્ય યાદી તૈયાર કરવામાં આનવી હતી. ત્યારબાદ પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોની મેરિટ યાદી અને પ્રતિક્ષા તૈયાર કરવામાં આવી છે. આ મેરિટ યાદી મહાનગરપાલિકાના નોટીસ બોર્ડ પર લગાવવામાં આવી છે. મેરિટ યાદીના ક્રમાનુસાર જગ્યા વાઈઝ નિમણૂક હુકમો આગામી ટૂંક સમયમાં આપવામાં આવશે.મોરબી મહાનગરપાલિકા દ્વારા ઓટો મોબાઈલ, મિકેનિક, લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, વર્ક આસિસ્ટન્ટ, અર્બન ડિઝાઈનર, અર્બન પ્લાનર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયરની જગ્યા માટેની મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવી છે.