રાજપર ગામે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો : મોરબીના રંગપર ગામે ડીડીઓ ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો મોરબી : દેશભરમાં મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના 362 ગામોમાં મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકાના રાજપર ગામે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિલા ફલકમ સમર્પણ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા/સેલ્ફી, વસુધા વંદન, વીરો કા વંદન, ધ્વજ વંદન તેમજ રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશભક્તિના કાર્યક્રમમાં રાજપર ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત મોરબીના રંગપર ગામે ડીડીઓ ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.