મોરબી : મોરબીનું યંગ ઈન્ડિયા ગૃપ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. યંગ ઈન્ડિયા ગૃપે એક અલગ ચીલો ચાતરી સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી કઈ રીતે થાય તેની સમજ આપી છે ત્યારે આ ગૃપના મેન્ટોર અને ફાઉન્ડર દેવેનભાઈ રબારીએ પોતાના જન્મદિવસે બાળાઓને ભાવતા ભોજનિયાં કરાવી ગુજરાતી ફિલ્મ બતાવી હતી.અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ પોતાના જન્મદિવસે માધાપરવાડી કન્યા શાળાની ધો. 6 થી 8ની 150 જેટલી બાળાઓને હરી ૐ હરી ગુજરાતી ફિલ્મ બતાવી હતી તેમજ બાળાઓને ભાવતું ભોજન કરાવવામાં આવ્યું હતું. બાળાઓને શાળાએથી સ્કાય મોલ સુધી લાવવા લઈ જવા માટે સીટી બસની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. ફિલ્મ જોઈને બાળાઓ ખુબ જ ખુશ થઈ હતી અને દેવેનભાઈને રિટર્ન ગિફ્ટ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે યંગ ઈન્ડિયા ગૃપના મેન્ટોરના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.