વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ કાનજીભાઈ મકવાણા ઉ.41 નામના યુવાનને બ્લડ પ્રેસરની બીમારી બાદ માનસિક અસર થઈ જતા ગત તા.16ના રોજ પોતાના ઘેર એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.