મોરબી : મોરબીમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી છાત્રાલય રોડ ખાતે રહેતા દિનેશભાઈ રમેશભાઈ હડિયલ (ઉ.વ. 43) કડિયાકામનો ધંધો કરે છે. તેઓ ગત તા. 10 / 11-2-2025ની આસપાસ પોતાના એક્ટિવા રજી નં. GJ36Q9300 સાથે ગાંધી ચોક ખાતે મજૂરી કામે ગયા હતા ત્યાંથી ગુમ થયા છે. જેઓની માનસિક સ્થિતિ થોડી નબળી છે. તો જેઓને મળે તેમણે પોલીસ સ્ટેશન મો. નં. 9724506701 અથવા તેમના ભાઈને મો. નં. 9687229331 પર જાણ કરવા જણાવવામાં આવ્યું છે.