મોરબી : મોરબી શહેરમાં ભક્તિનગર સર્કલ નજીક એસ્સાર પેટ્રોલ પંપની પાછળ સ્વાગત એપાર્ટમેન્ટની બાજુના વિસ્તારમાં રહેતા જીતેશભાઇ સિંધવનો અસ્થિર મગજનો પુત્ર દિપક ગઈકાલે તા. 4ના રોજ સાંજે 5 વાગ્યા આસપાસ પાનની દુકાને માવો લેવા ગયો હતો. પરંતુ ત્યાંથી પાછો ફરેલ નથી. આથી, પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ તેનો પત્તો ના લાગતા પરિવારજનોએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુમ થનાર દિપક માનસિક રીતે અસ્થિર છે. અને તે બોલી શકતો નથી. જો કોઈ વ્યક્તિને આ સગીર અંગે જાણકારી મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે. અથવા તેના પિતાનો મો.નં. 88490 39722 પર સંપર્ક કરવા જણાવાયું છે.