મોરબી : મોરબીની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગ દ્વારા 'વિશ્વ માનસિક આરોગ્ય દિવસ'ની ઉજવણી અન્વયે માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. માનસીક આરોગ્ય સપ્તાહ અન્વયે કવિતા, ચિત્ર, વોલ પેઇન્ટિંગ વગેરે સ્પર્ધા અને સીને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માનસિક આરોગ્યનું મહત્વ વધારવા, લોકોમાં જાગૃતિ લાવવા અને મનોરોગી તરફની લઘુતાગ્રંથિ દૂર કરવાના ભાવાર્થે કરવામાં આવી હતી.