ખેત તલાવડાના કામ માટે મોકલવામાં આવેલ હિટાચીમાં રૂ.14 લાખનું નુકશાનમોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે એક વિચિત્ર બનાવમાં નંબર વગરની બોલેરો ગાડીમાં આવેલા અજાણ્યા પાંચથી છ શખ્સોએ ખેત તલાવડીના કામ માટે મોકલાવેલ હિટાચી મશીનમાં લાકડાના ધોકા વડે તોડફોડ કરી બાદમાં પેટ્રોલ છાંટી સળગાવી દેતા મશીનમાં 14 લાખનું નુકશાન પહોંચતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અવની રોડ પર ઉમા સોસાયટીમાં રહેતા હિટાચી માલિક મહેશભાઈ દામજીભાઈ પરેચાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા પાંચથી છ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓનું હિટાચી મશીન જેતપર ખાતે ખેત તલાવડીના કામ માટે મોકલ્યું હોય ગત તા.15 જુનના રોજ રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં નંબર વગરની બોલેરો કારમાં આવેલ અજાણ્યા પાંચથી છ માણસોએ હિટાચી મશીનમાં લાકડાના ધોકા મારી તોડફોડ કરી હતી. બાદમાં આરોપીઓએ પેટ્રોલ છાટી હિટાચી મશીન સળગાવી નાખતા રૂ.14 લાખનું નુકશાન પહોચાડ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.