મોરબી : સમસ્ત રઘુવંશી સમાજની એક્તાના પ્રતિક એવા વાંકાનેરમાં નિર્માણાધીન રામધામની મોરબીના રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આગામી સમયમાં વાંકાનેર નજીક નિર્માણધીન ભવ્ય, દિવ્ય અને જાજરમાન એવા રામધામની રઘુવંશી ગ્રુપ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે રામધામના પ્રણેતા તેમજ રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીનું પણ રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં તન,મન અને ધનથી તેમજ સંપૂર્ણ સહકારની ભાવનાથી આગળ વધવા માટે રોયલ રઘુવંશી ગ્રુપ દ્વારા સંપૂર્ણ તૈયારી પણ બતાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે ચોટીલા પાસે અમદાવાદ - રાજકોટ હાઈવે ઉપર વાંકાનેરના જાલીડા ગામ પાસે આગામી સમયમાં નિર્માણ પામનાર જાજરમાન રામધામ ખાતે હરિચરણદાસ બાપુના આશિર્વાદ સાથે મહાયજ્ઞનું પણ આયોજન પણ કરવામાં આવેલ છે. આ મહાયજ્ઞમાં સૌને પધારવા રામધામ સમિતિ દ્વારા સમસ્ત રઘુવંશી સમાજને આમંત્રણ પણ આપવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..