મોરબી : ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આજે તારીખ 10 નવેમ્બર ને સોમવારના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રેલીમાં ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ ઠાકર અને તેઓની સાથે 800 જેટલા સભ્યો રેલીમાં જોડાશે.મહત્વનું છે કે, ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએમ પોષણ યોજનાના ખાનગીકરણની ટેન્ડરની કામગીરી ત્વરીત રોકવાની માંગ, શ્રમ અને રોજગાર વિભાગમાં અસંગઠિત શ્રમિકો તરીકે નોંધાયેલા આ યોજનાના રસોયા, મદદનીશ, સંચાલક શ્રમિક કાયદાના તમામ લાભો આપવાની માંગ, આશા વર્કરને 10 દિવસ વિજિટના સ્થાને પૂરા માસની 30-31 દિવસ વિજિટ કરાવવામાં આવે છે તે 30 દિવસના પૈસા ચુકવવામાં આવે, જીએમડીસીના કર્મચારીને પ્રોફિટલિંક ઈન્સેન્ટિવ આપવામાં આવે. ટર્મ પ્લાન ઈન્સેન્ટિવ આપવામાં આવે. લેપટો અને મોબાઈલ આપવામાં આવે. જીઆઈએમએફએમના 11 મહિના કરાર આધારિત ફરજ બજાવે છે તે બન્નેનો પગાર સમાન વગેરે ઓફિસ પગાર વધ છે તો ગાર્ડનો કેમ નહીં, આંગણવાડી કર્મીઓને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, બોર્ડ નિગમના કર્મચારીને 25 લાખ ગ્રેચ્યુઈટીનો લાભ આપવામાં આવે, ગુજરાત મેરીટાઈમ બોર્ડની જેમ કેસલેસ મેડિકલ સુવિધા મળે, 10,20,30 ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવામાં આવે, એસટી નિગમમાં 7માં પગાર પંચની અમલવારી બાદ ડ્રાઈવર-કંડક્ટર તેમજ અન્ય કર્મચારીઓના પગારમાં થયેલ વિસંગતતા દુર કરવામાં આવે સહિતની માંગણીઓને લઈને આજે જન આક્રોશ રેલી કાઢવામાં આવશે.