ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન, જ્યાં જરૂર પડે ત્યાં સાથ આપવાની ખાતરી આપીમોરબી : જેતપુર ખાતે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે આ ખેડૂત આંદોલનને હવે મોરબીથી પણ ભરપૂર સમર્થન સાંપડી રહ્યું છે. ખેડૂતોના સમર્થનમાં મોરબી કલર એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં જેતપુર પહોંચ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લા કલર એસોસિએશનના ડીલરો ગાડીઓના કાફલા સાથે જેતપુર આંદોલન સ્થળે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ખેડૂતોના સમર્થનમાં બેનરો સાથે રેલી કાઢીને તેઓએ આંદોલનકારી ખેડૂતોનો જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો હતો.આ તકે મોરબી કલર એસોસિએશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના તમામ કલરના ડીલર મિત્રો આ મુશ્કેલ પરિસ્થિતિમાં ખેડૂતોની પડખે ઊભા છે. ખેડૂતોની હિંમત અને તાકાત વધે તે હેતુથી તમામ ડીલરો અહી આવ્યા છે. વધુમાં તેમણે ખાતરી આપતા કહ્યું હતું કે, મોરબી કલર એસોસિએશન ખેડૂતોની સાથે છે અને જ્યારે પણ ખેડૂતોને કોઈપણ કામની જરૂર પડશે ત્યારે તેઓ મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.#MorbiUpdate #Jetpur #FarmersProtest #MorbiColorAssociation #GujaratNews #KhedutAndolan #MorbiNews