મોરબી : વીજ લાઈનના વિરોધમાં છેલ્લા 15 દિવસથી મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે મોરબી ઓટોમોબાઈલ એસોસિએશનના સભ્યો જેતપર પહોંચ્યો હતા અને ખેડૂતોને ખુલ્લું સમર્થન આપ્યું હતું.મોરબી ઓટોમોબાઈલ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં આજે ખેડૂતોના સમર્થનમાં જેતપર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા અને ખેડૂતોના આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. સાથે જ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે, આ લડાઈમાં તેઓ ખેડૂતોની સાથે છે.