મોરબી : મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય રાજકોટીયા એ ટંકારા, સાવડી તથા લજાઈ આરોગ્ય કેન્દ્રની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમજ ઓપિડી, દવાનો સ્ટોક સહિતની માહિતી મેળવી હતી. વધુમાં, MBBS ડોક્ટરોની ખાલી જગ્યા પુરવા જીલ્લા અધિકારીને આપી સુચના હતી. તેમજ કોરોના વાઈરસને પગલે કોઈ કરકસર ન રાખતા ડોકટરની સેવા બિરદાવી હતી. ગઈકાલે જીલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયા અચાનક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિઝિટ અર્થે ગયા હતા. જયા કેન્દ્ર બહારની ગંદકી તથા અંદરની સફાઈ અંગે પંચાયતને સુચના આપી હતી. જ્યારે સાવડી, લજાઈ અને ટંકારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને ઓપિડી, દવા સ્ટોક અને ડોકટર પાસે હાલની પરિસ્થિતિ અંગે વિગતે ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા ચાર કેન્દ્ર હોય તેની સામે માત્ર બે જ MBBS ડોકટર હોય જેથી તે જગ્યા પૂર્તિ માટે તરત જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતિરા સાથે વાત કરી યોગ્ય કરવા સુચના આપી હતી.