જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ગેરહાજર રહેવા બદલ નોટિસ ફટકારી મોરબી : મોરબી જિલ્લા પંચાયત કોગ્રેસના સદસ્ય નવઘણભાઈ મેઘાણી સામે શિસ્તભંગના પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસે નોટિસ ફટકારી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ગેરહાજર રહેવા બદલ નોટિસ ફટકારી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મોરબી જિલ્લા પંચાયતની ગત તા.૧૩ના રોજ પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ તરફથી ઉપપ્રમુખની ચુંટણીમાં મહેશભાઈ પારેજીયાને ફોર્મ ભરવા જણાવેલ અને પક્ષના તમામ સદસ્યને કોગ્રેસ પક્ષના ઉપપ્રમુખના ઉમેદવારની તરફેણમાં મીટીંગમાં હાજર રહી મતદાન કરવા માટે વ્હીપ (આદેશ) આપવામાં આવેલ હતોતેમ છતાં વાકાનેર તાલુકાની મહીકા જિલ્લા પંચાયત સીટ ઉપર કોગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા નવઘણ ડી.મેઘાણીએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરહાજર રહી પક્ષ તરફથી આપવામાં આવેલ વ્હીપ ( આદેશ,)નુ ઉલ્લઘન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોકેસ નોટિસ આપી ખુલાસો કરવા જણાવેલ છે આમ કોગ્રેસ પક્ષ કોય પણ સભ્ય પક્ષના શિસ્તમાં નહિ રહે અને પક્ષ વિરોઘી કામ કરતા લોકો સામે કાયદેસરના પગલાં લેવા પક્ષ અચકાશે નહીં તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું છે.