મોરબી : ગત તા 2 એપ્રિલના રોજ મોરબી ખાતે ઇન્ડિયાના સૌથી મોટા ટીવી રિયાલિટી શો 'India's Gretest Telent Show'ની 7મી સિઝન માટે ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્ય અને સંગીત ક્ષેત્રે મોરબીનું ગૌરવ એવા સિંગર અવનીબેન પ્રકાશ ભારતી ગોસ્વામી ફાઇનલ માટે સિલેક્ટ થયા છે. જેઓને આગામી જુલાઈ મહિનામાં રાજસ્થાનના જયપુર ખાતે પોતાની પ્રતિભા રજૂ કરવાનો મોકો મળ્યો છે. આ રિયાલિટી શો SONY TV, B4U તેમજ MTV ચેનલ ઉપરથી આપ લાઈવ નિહાળી શકશો. સાથે સાથે નોંધનીય છે કે, અવની ગોસ્વામી 13 વર્ષની ઉંમરથી સ્ટેજ શો કરી રહી છે.