(જનક રાજા દ્વારા) મોરબી : મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં ગણપતિ મહોત્સવ નિમિતે મેલડી માતાજીના અખ્યાનનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેનો જાહેર જનતાએ લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આવેલ 'સિધ્ધિ વિનાયક કા રાજા' ગણપતિ મહોત્સવમાં વીશીપરા મેલડી મંડળ દ્વારા આવતીકાલે તા. 14/9 ના રોજ રાત્રે 9:00 કલાકે મેલડી માતાજીના અખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માં મેલડીની ઉત્પત્તિથી મેલડી માતાજીનો ટુંકો ઈતિહાસનું આખ્યાન યુવકો દ્વારા રજુ કરવામાં આવશે. તો આ અખ્યાનના પ્રોગ્રામનો જાહેર જનતાને લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..