મોરબી : મેવાડા પરિવાર દ્વારા 4 જુનને મંગળવારના રોજ હળવદ રોડ પર આવેલા નીચી માંડલ ખાતે મોહારી મેલડી માતાજીના નવરંગ માંડવો તથા અ.સૌ.શિતલબેન અને દેવરાજભાઈ મેવાડાના સુપુત્રની નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે.આ નિમિત્તે થાંભલી રોપાણ, ભુવાના સામૈયા, મહાપ્રસાદ, ડાકની રમઝટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 જુનને મંગળવાર રોજ સવારે શુભ ચોઘડીયે થાંભલી રોપાણ, ત્યાર બાદ નામકરણ વિધિ, સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ, તેમજ તારીખ 5-6-2024ને બુધવારે સવારે શુભ ચોઘડીયે થાંભલી વધાવવામાં આવશે.