મોરબી : મોરબીના લીલાપર સ્મશાન ગૃહ ખાતે મહેતા પરિવાર દ્વારા સ્વર્ગસ્થ પિતાજીના સ્મરણાર્થે સબવાહિની અર્પણ કરવામાં આવી હતી.https://youtu.be/xhgVKFGzphY?si=RXNwioGaRAx_fu33આજરોજ લીલાપર સ્મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા રથ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વર્ગસ્થ ડાયાલાલ સુંદરજીભાઈ મહેતાના પરિવાર દ્વારા સૌજન્ય કમળાબેન ડાયાલાલ સુંદરજી મહેતા અને તેમના પરિવારના દિનેશભાઈ હસમુખભાઈ મહેતા સહિતના પરિવારજનોની ઉપસ્થિતિમાં આ સબવાહિની લીલાપર સ્મશાન ગૃહને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સારંગપુર હનુમાનજી મંદિરના સંત ડી. કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સ્મશાનની ઓફિસ બિલ્ડિંગનું અનુદાન સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા વવાણીયા( હ. દિલુભાભાઈ જાડેજા) તરફથી 25,11,111 જાહેર કરવામાં આવેલ. તેમજ ટ્રસ્ટીઓ દ્વારા એમનું સનમાન કરવામા આવ્યું હતુ.