રોડ-રસ્તા થયા જળમગ્ન, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : રજાનો દિવસ હોવાથી રોડ-રસ્તા ઉપર ટ્રાફિક ઘટ્યુંમોરબી : મોરબીમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સવારે બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યા રોડ- રસ્તા જળમગ્ન થયા છે. ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે રવિવારે રજાના દિવસે મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે માળિયામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. તેવામાં મોરબીમાં પણ સવારે 6થી 10 દરમિયાન ધીમીધારે વરસાદ પડ્યો હતો. ત્યાર પછી સવારે 10થી 12 વાગ્યા દરમિયાન બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે આજે રજાનો દિવસ હોવાથી વરસાદના કારણે રોડ-રસ્તા ઉપર ટ્રાફિક ઘટ્યું હતું. આ દરમિયાન બે કલાકમાં ટંકારામાં સવા ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી પડેલો વરસાદ મોરબી - 47 mmટંકારા - 32 mmવાંકાનેર - 24 mmહળવદ - 06 mmમાળીયા મી. - 0 mm