લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર: નદી-નાળા અને તળાવો છલકાયાટંકારા (મોરબી અપડેટ) : ટંકારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી ચાતક ડોળે વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ધરતીપુત્રોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ટંકારા પંથકમાં મેઘરાજાએ મન મૂકીને અતિ મહત્વનો અને સચરાચર વરસાદ વરસાવ્યો છે.મામલતદાર કચેરી સ્થિત ફ્લડ કંટ્રોલ રૂમમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી લઈ બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળા દરમિયાન કુલ 93 મિમી (આશરે પોણા ચાર ઈંચ) વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ પડેલા આ સાર્વત્રિક વરસાદને કારણે ટંકારાના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મોલ-પાક માટે આ અમૃત સમાન વરસાદ સાબિત થયો છે.જળ સ્તરમાં વધારો અને ભૂગર્ભ જળમાં સુધારોધસમસતા પ્રવાહ સાથે વહેતા થયેલા નદી, નાળા અને તળાવોથી ગ્રામીણ વિસ્તાર છલકાઈ ઉઠ્યો છે. આજના ભારે વરસાદને કારણે જમીનમાં તળના પાણી ઊંડા ઉતરતા જળસ્તરમાં મોટો સુધારો જોવા મળ્યો છે, જેથી આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે. હાલ સમગ્ર ટંકારા પંથકમાં વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને ચોમાસાની જમાવટથી ચારેય તરફ હરિયાળીનો માહોલ જોવા મળી રહ્યો છે.#MorbiUpdate #Tankara #TankaraNews #GujaratRain #Monsoon #RainUpdate #WeatherUpdate #Farmers