મોરબી : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં 14 ઇંચ અને ધોરાજીમાં 11.5 ઇંચ ખાબક્યો છે. જેને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ઉપરાંત અનેક ખેતરો જાણે નદીમાં ફેરવાય ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીનો વરસાદ સુત્રાપાડા - 14 ઇંચ ધોરાજી - 11.5 ઇંચ કોડીનાર - 7.5 ઇંચ જામકંડોરણા - 7 ઇંચ વેરાવળ - 5.5 ઇંચ ઉપલેટા - 4.5 ઇંચ મેંદરડા - 4 ઇંચ તાલાળા - 4 ઇંચ માળિયા હાટીના - 3 ઇંચ કેશોદ - 3 ઇંચ