સવારે 6 થી 10 દરમિયાન વાંકાનેરમાં 8 મીમી, મોરબી અને હળવદમાં 2 મીમી મોરબી : આજે સવારથી મેઘરાજાએ અનરાધાર વરસવાનું મન બનાવ્યું હોય તેવા માહોલ વચ્ચે સવારે છથી દસ વાગ્યા સુધી કોરા ધાકોડ રહેલ ટંકારામાં મેઘરાજાએ સાડા દસ વાગ્યા બાદ દે ધનાધન હેત વરસાવતા એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. બીજી તરફ સવારે છથી દસ વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં 2 - 2 મીમી અને વાંકાનેરમાં 8 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલરૂમના આંકડા જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..