ગઈકાલે વરસાદને કારણે જિલ્લાના કુલ 141 ફીડરો બંધ થયા બાદ 81 ફીડરો ચાલુ કરી દેવાયા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે મેઘરાજાની તોફાની ઇનિંગને પગલે પી.જી.વી.સી.એલ.ના ફીડરોને ભારે નુકશાન પહોંચ્યું હતું. જેમાં પી.જી.વી.સી.એલ.ના 141 ફીડરો બંધ થઈ ગયા હતા. તેમાંથી 81 ફીડરો ચાલુ કરી દેવાયા છે. આથી હજુ ખેતીવાડીના 60 ફીડર બંધ છે. મોરબી જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે મેઘરાજા ઝંઝાવતી ઇનિંગ ખેલતા પીજીવીસીએલના ફીડરોને નુકશાન થયું હતું. ફીડરોને નુકશાન થવાથી ઘણા વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આથી પી.જી.વી.સી.એલ.ની ટીમો વીજપુરવઠો પૂર્વવર્ત કરવા યુદ્ધના ધોરણે કામે લાગી હતી. પી.જી.વી.સી.એલ.ના સતાવાર આંકડા મુજબ ગઈકાલે મોરબી જિલ્લાના કુલ 141 ફીડરો બંધ થયા હતા. જેમાં 111 ખેતીવાડી અને 30 અન્ય ફીડરનો સમાવેશ થાય છે. આથી, પી.જી.વી.સી.એલ.ની ટીમોએ રાતભર ફરજ બજાવીને તેમાંથી હાલ 81 જેટલા ફીડરો ચાલુ કરી દીધા છે. આથી હવે ખેતીવાડીના 60 ફીડર બંધ હોય તેના ચાલુ કરવાના પ્રયાસો હાથ ધરાયાં છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..