મોરબીમાં 36, વાંકાનેરમાં 33, હળવદમાં 26, ટંકારા 34 મીમી અને માળિયામાં માત્ર 3 મીમી વરસાદ મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડા ગુલાબની અસર વર્તાઈ રહી હોય તેમ આજે સવારથી મેઘાવી માહોલ છવાયો છે અને બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન મેઘરાજાએ ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ જેવી સટાસટી બોલાવતા માળીયા સિવાય તમામ ચાર તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. ફ્લડ કંટ્રોલરૂમ મોરબીના સત્તાવાર આંકડા મુજબ આજે સવારથી મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારે છ વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં હળવદમાં 37મીમી, મોરબીમાં 20મીમી, માળિયામાં 4 મીમી અને વાંકાનેરમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે બપોરે 2 વાગ્યા બાદ મેઘરાજાએ શાનદાર ધુંઆધાર ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને મોરબીમાં વધુ 36 મીમી, વાંકાનેરમાં 33મીમી, હળવદમાં 26મીમી, ટંકારા 34 મીમી વરસાદ વરસાવ્યો હતો. જો કે માળિયામાં માત્ર 3 મીમી વરસાદ જ પડતા જિલ્લામાં ચાર તાલુકાની તુલનાએ માળીયા વરસાદ તરસ્યું રહ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..