ટંકારા : ટંકારા તાલુકા પંથકમાં આજે સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ટંકારાના નાના ખીજડીયા ગામે સવારથી જ સારો વરસાદ વરસી રહ્યો છે. નાના ખીજડીયા ગામે આજે સારો વરસાદ પડતાં ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.